પશ્ચિમ ઘાટ સ્થળવિષયક નિર્ણય આધાર તંત્ર વ્યવસ્થા (WGSDSS) તાજેતરની પ્રગતિનો લાભ લઈને પશ્ચિમ ઘાટમાં ચાલી રહેલ પર્યાવરણીય સંશોધનના ભાગતરીકે નિર્માણ કરવામાં આવી છે. તેમાં સ્થળવિષયક એકીકરણ દ્વારા માહિતી અને ઓપન સોર્સ વેબ ટેકનોલોજીમાં એટ્રિબ્યુટ માહિતી (જૈવ-ભૂ, આબોહવા સંબંધી, પરિસ્થિતિવિષયક, પર્યાવરણીય અને સામાજિક ફેરફારો) અલગ-અલગ સ્તરો પર છે. આ સામાજિક જરૂરિયાતોને પૂરી કરતી વખતે શાસનની પારદર્શિતામાં વધારો કરે છે, જે પરિસ્થિતિવિષયક અને જળવિજ્ઞાનકીય રીતે મહત્વપૂર્ણ સહ્યાદ્રી ટેકરીના વિવેકપૂર્ણ સંચાલનમાં મદદ કરે છે. અલગ-અલગ સ્તરો (ગ્રિડ/ગામ) પર પરિસ્થિતિવિષયક રીતે સંવેદનશીલ વિસ્તારોનું દ્રશ્ય માહિતીના સંશ્લેષણ અને સંકલન દ્વારા વર્તમાનની સમજને સક્ષમ બનાવશે, જે વિકેન્દ્રિત સ્તરે (ઉદાહરણ તરીકે જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ) કુદરતના સંશાધનના ટકાઉ સંચાલન માટે અસરકારક નિર્ણય લેવા માટે જરૂરી છે.
વેબ-આધારિત સ્થળવિષયક નિર્ણય આધાર તંત્ર વ્યવસ્થા (WSDSS) મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર (GeoServer, PostgreSQL, PostGIS, Leaflet) તથા ઓપન જીઓ સ્પેશિયલ કન્સોર્ટિયમ (OGC) સ્થળવિષયક માહિતીનું એકીકરણ બહુવિધ માપદંડ વિશ્લેષણ હાથ ધરવા એકીકૃત કરીને નિર્માણ કરવામાં આવી છે, એને માટે વેબમેપ સર્વિસ (WMS) જેવી સુવિધાઓ, અને વેબ ફીચર સર્વિસ (WFS) અસરકારક પરિસ્થિતિવિષયક, સામાજિક, આર્થિક, જૈવવિવિધતા અને પર્યાવરણીય માહિતીનો પ્રસાર પરિપૂર્ણ કરવામાં મદદ કરશે.
પરિસ્થિતિવિષયક સંવેદનશીલતા અથવા નાજુકતા વર્તમાન જીવન પ્રકારોના કાયમી અને ભરપાઈ ન થઈ શકે તેવા
નુકશાનનો ઉલ્લેખ કરે છે,અથવા ફેરફારો સાથે ઉત્ક્રાંતિ અને પ્રદેશની પરિસ્થિતિવિષયક અખંડિતતામાં
વિશિષ્ટતાની કુદરતી પ્રક્રિયાઓને નોંધપાત્ર નુકસાન કરે છે. પરિસ્થિતિવિષયક નાજુકતાનું વ્યાપક જ્ઞાન
વિસ્તારના સંરક્ષણ માટે વિકસતી વ્યૂહરચના પ્રદેશ માટે અત્યંત જરૂરી છે, જેમાં સ્થળ-દૃશ્ય ગતિશીલતા સહિત
પરિસ્થિતિવિષયક સંવેદનશીલતા માટે જવાબદાર પરિબળોને ઓળખવા અને આડેધડ અને અનિયંત્રિત સમસ્યાઓને ઘટાડવા
માટે ભાવિ સંક્રમણોની વિકાસ અભિગમોની કલ્પના કરે છે. આ પ્રદેશે ઔદ્યોગિકીકરણ અને વૈશ્વિકરણ સાથે
બિનઆયોજિત વિકાસલક્ષી પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં મોટા પાયે જમીન આવરણ ફેરફારો જોયા છે. તેને સંબોધવા
માટે હિતધારકોને સંડોવતા સ્થાન-વિશિષ્ટ સંરક્ષણ દ્વારા અસરકારક પગલાં અમલમાં મૂકવાની આવશ્યકતા છે.
સંરક્ષણ પાયો અને ટકાઉ વિકાસલક્ષી નીતિઓ પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોનું ચિત્રણ કરે છે.
જૈવ-ભૌગોલિક-આબોહવા,પરિસ્થિતિવિષયક અને સામાજિક પરિબળોને એકત્રીત કરીને સામાજિક પર્યાવરણીય
પ્રણાલીઓ,અસરો અને ચાલકોની ગતિશીલતાને રજૂ કરે છે. પરિસ્થિતિવિષયક સંબંધી સંવેદનશીલ વિસ્તારોનું
વિશ્લેષણ પશ્ચિમ ઘાટ, ટેમ્પોરલ રિમોટ સેન્સિંગ ડેટાનો ઉપયોગ કરીને 36 વૈશ્વિક જૈવવિવિધતા
હોટસ્પોટ્સમાંનાં દરેક જંગલોની સ્થિતિ અને સંરક્ષણ વિકલ્પો પર ગંભીર ચિંતાઓ દર્શાવે છે. વનનાબૂદી અને આ
નૈસર્ગિક નિવસનતંત્રનું ગેરવહીવટીકરણ, જંગલની નિવસનતંત્ર, પાણીની સુરક્ષા અને ભારતમાં લોકોની આજીવિકા
જેવા ગંભીર પડકારો સાથે જોખમમાં મૂકે છે. 5% માનવસર્જિત સદાબહાર વન આવરણના નુકશાન સાથે પ્રેરિત
વિકાસલક્ષી જોર, 4.5% બનાવેલ-વિસ્તાર આવરણ અને 9% કૃષિ વિસ્તાર ને પ્રકાશિત કરે છે. વિભાજન વિશ્લેષણ
પ્રકાશિત કરે છે કે વિભાજન દબાણનું નિરૂપણ કરતા આંતરીક જંગલો જમીનનો માત્ર 25% ભાગ સ્થાનિક પરિસ્થિતિને
અસર કરે છે, જે ESR (પરિસ્થિતિવિષયક સંવેદનશીલ પ્રદેશ અથવા ક્ષેત્ર) રેખાંકન અજૈવિક, જૈવિક પરિબળો અને
સામાજિક/માનવશાસ્ત્રને ધ્યાનમાં લે છે, જે નાજુક સ્થળ-દૃશ્યની વર્તમાન સ્થિતિ અને નિવસનતંત્ર સંતુલન
જાળવવાના મહત્વને પ્રતિબિંબિત કરે છે. ગ્રીડ મુજબ વિશ્લેષણ એ વિસ્તારના 32%(755 ગ્રીડ) ESR-1નું
ચિત્રાંકન કરે છે, જે ખૂબ જ ઉંચી તકનીકી નાજુકતા દર્શાવે છે, 16%(373 ગ્રીડ) ESR-2 નું ચિત્રાંકન કરે છે
જે ESR-1 જેટલી જ દર્શાવે છે, 34%(789 ગ્રીડ) અને 8%(412 ગ્રીડ) અનુક્રમે ESR-3 અને 4 મધ્યમ અને ઓછામાં
ઓછી તકનીકી સંવેદનશીલતા દર્શાવે છે.
ESR વિશ્લેષણ 63,148 ચોરસ કિમી પ્રમાણે ખૂબ જ ઉંચી પરિસ્થિતિવિષયક સંવેદનશીલતા, 27,646 કિમી ઉંચી
પરિસ્થિતિવિષયક સંવેદનશીલતા, 48,490 ચોરસ કિમી મધ્યમ અને 20,716 ચોરસ કિમી ઓછી પરિસ્થિતિવિષયક
સંવેદનશીલતા દર્શાવે છે. ટકાઉ વિકાસ નીતિમાં ESR ને એકીકૃત કરતું માળખું બિનઆયોજિત વિકાસલક્ષી
પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે,જે લોકોની આજીવિકા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે અને ટકાવી રાખવા
માટે આવશ્યક નિવસનતંત્ર સેવાઓ ચાલુ રાખવા સાથે પરિસ્થિતિવિષયક સુરક્ષા કરશે. કુદરતી સંસાધનો (પર્યાપ્ત
અને સ્વચ્છ પાણી, ઓક્સિજન, ઈત્યાદિ) પારિસ્થિતિક રીતે નાજુકના વિવેકપૂર્ણ સંચાલન દ્વારા આગામી પેઢી
(ઇન્ટરજનરેશન ઇક્વિટી)માટે પશ્ચિમ ઘાટ આપપણી જવાબદારી છે અને ચાલો આપણે સાથે મળીને આપણા માટે નિર્ણાયક
નિવસનતંત્ર ના સંરક્ષણની ખાતરી કરીએ.
શ્રી નિયમ દવે દ્વારા અનુવાદિત,
Translated by: Niyam Dave
G.R. Rao |
Field Data Collection Central Western Ghats |
Vishnu D. Mukri | |
Shrikanth Naik | |
Misha | Fauna Distribution |
Sreelekha P.B | Angiosperm Tree Species |
Haritha N | Mapping Biodiversity |
Arjun SR | Protected Areas |
Sincy V | Valuation of Ecosystem Services |
Asulabha KS | |
Rajesh Rana | Western Ghats Villages Rectification |
Abhishek Baghel | Appplication Design & Developer |
E-mail | Sahyadri | ENVIS | GRASS | Energy | CES | CST | CiSTUP | IISc | E-mail |